આઇટમ્સને પઠન સૂચી એપ્લિકેશનમાંથી Microsoft Edge પર ખસેડો
Windows 10 માં નવું બ્રાઉઝર, Microsoft Edge માં એક બિલ્ટ-ઇન પઠન સૂચી છે. જો તમે Windows 8.1 માં પઠન સૂચી એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય અને હવે તમે Windows 10 માં નવીનીકૃત કર્યું હોય, તો જૂની એપ્લિકેશનમાંથી આઇટમ્સને Microsoft Edge પર ખસેડો.
પઠન સૂચી એપ્લિકેશનમાં, કોઈ આઇટમને Microsoft Edge માં ખોલવા માટે તેને પસંદ કરો.
(જો તે બીજા બ્રાઉઝરમાં ખુલે છે, તો પહેલા પ્રારંભ પર જાઓ, પછી સેટિંગ્સ > સિસ્ટમ > ડિફૉલ્ટ એપ્લિકેશન્સ પર જાઓ અને તમારા ડિફૉલ્ટ વેબ બ્રાઉઝરને Microsoft Edge પર પરિવર્તિત કરો.)
Microsoft Edge માં, તારાનું આઇકૉન પસંદ કરો, પઠન સૂચી પસંદ કરો અને પછી ઍડ કરો પસંદ કરો.