microsoft edge માં ડિફૉલ્ટ શોધ એન્જિનમાં પરિવર્તન કરો

Windows 10 પર Microsoft Edge માં વધારેલ શોધ અનુભવ માટે Microsoft, Bing ની ભલામણ કરે છે. Bing ને તમારા ડિફૉલ્ટ શોધ એન્જિન તરીકે રાખવું તમને આ આપે છે:
તમને વધુ ઝડપથી સીધા જ તમારી એપ્લિકેશન્સ પર લઈ જતી Windows 10 એપ્લિકેશન્સ પરની ડાયરેક્ટ લિંક્સ.
તમારા વ્યક્તિગત ડિજિટલ સહાયક એવા Cortana તરફથી વધુ સંગત સૂચનો.
Microsoft Edge અને Windows 10 માંથી સર્વોત્તમ લાભ મેળવવામાં તમારી મદદ માટે ત્વરિત મદદ.


પરંતુ Microsoft Edge, OpenSearch તકનીકનો ઉપયોગ કરે છે, તેથી તમે ડિફૉલ્ટ શોધ એન્જિનમાં પરિવર્તન કરી શકો છો.
Microsoft Edge બ્રાઉઝરમાં, શોધ એન્જિનની વેબસાઇટ પ્રવિષ્ટ કરો (ઉદાહરણ તરીકે, www.contoso.com) અને તે પેજ ખોલો.
વધુ ક્રિયાઓ (…) > સેટિંગ્સ પસંદ કરો અને પછી પ્રગત સેટિંગ્સ જુઓ પસંદ કરવા માટે નીચે સ્ક્રોલ કરો. આની સાથે સરનામા પટ્ટીમાં શોધો હેઠળ સૂચીમાં, પરિવર્તન કરો પસંદ કરો.
તમારા શોધ એન્જિનની વેબસાઇટ પસંદ કરો અને પછી ડિફૉલ્ટ તરીકે સેટ કરો પસંદ કરો. જો તમે શોધ એન્જિન પસંદ કર્યું નથી, તો ડિફૉલ્ટ તરીકે સેટ કરો બટન અક્ષમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *