microsoft edge માં વેબસાઇટ પર વિશ્વાસ કરવો કે નહીં તે હું કેવી રીતે જાણી શકું

Microsoft Edge માં વેબસાઇટ પર વિશ્વાસ કરવો કે નહીં તે હું કેવી રીતે જાણી શકું?

જો તમને Microsoft Edge માં વેબસાઇટના સરનામાની બાજુમાં લૉક બટન દેખાય, તો તેનો અર્થ એ છે કે:
તમે વેબસાઇટથી જે મોકલો અથવા પ્રાપ્ત કરો છો તે એન્ક્રિપ્ટ થાય છે, જે કોઈપણ વ્યક્તિ માટે આ માહિતી સુધી પહોંચવાનું મુશ્કેલ બનાવે છે.


વેબસાઇટ ચકાસવામાં આવેલ છે, આનો અર્થ એ છે કે સાઇટ ચલાવનાર કંપની તે સાઇટ તેની પોતાની હોવાનું પ્રમાણ પત્ર ધરાવે છે. કોણ સાઇટ ધરાવે છે અને કોણે તેને ચકાસ્યું તે જોવા માટે લોક બટનને ક્લિક કરો.
ગ્રે લોકનો અર્થ છે કે વેબસાઇટ એન્ક્રિપ્ટ કરેલી અને ચકાસેલી છે, લીલા લોકનો અર્થ છે કે Microsoft Edge વેબસાઇટની પ્રમાણિત હોવાની સંભાવના વધુ છે તેમ ગણે છે. તે એટલા માટે કારણ કે તે એક્સ્ટેન્ડેડ વેલિડેશન (EV) પ્રમાણપત્રનો ઉપયોગ કરી રહ્યું છે, જેને એક વધુ સખત ઓળખાણ ચકાસણી પ્રક્રિયાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *